આને કહેવાય પડતાં પર પાટું મારવું.સરકારે PUCના દરમાં વધારો કરી વાહનચાલકોને મોટો ઝટકો આપ્યો.

ગુજરાતમાં હવે સરકારે પીયૂસીના દરમાં વધારો કરી વાહનચાલકોને મોટો ઝટકો આપ્યો છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી રાજ્યમાં નવા મોટર વ્હિકલ એક્ટનો અમલ કરાવવા સમયે હેલ્મેટ, એચ.એસઆર.પી. નંબર પ્લેટ અને પીયૂસી ફરજિયાત કરવામાં આવ્યા હતા. તે વખતે પીયૂસી કઢાવવા માટે લાંબી લાંબી કતારો જોવા મળી હતી.

ગુજરાત સરકારે PUC ના દરમાં વધારો કર્યો છે જે મુજબ
2 વ્હીલર માટે 30 રુપિયા મોપેડ સહિત
3 વ્હીલર માટે 60 રુપિયા
4 વ્હીલર (CNG/LPG/Petrol) માટે 80 રુપિયા
4 વ્હીલર (ડિઝલ) તમામ મધ્યમ અને ભારે વાહનો માટે 100 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે જે અંગે વાહનવ્યવહાર કમિશ્નરશ્રી રાજેશ માંઝુ એ જાતે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

સરકારે દ્રી ચક્રી વાહન ( ટૂ વ્હીલર)નો જૂનો ભાવ 20 રૂપિયા હતો ત્યારે તેમાં 10 રૂપિયાનો તોંતિગ વધારો કરીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે.જ્યારે ફોર વ્હિલરમાં સીધા 30 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એમાં પણ પેટ્રોલ,CNG અને LPG માટે 80 રુપિયા તો ડિઝલ કાર માટે 100 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *