રિયા ચક્ર્વર્તી અને મહેશ ભટ્ટ સાથેની વોટસએપ ચેટ બાદ વિડીયો વાયરલ.

આ વીડિયો 2 વર્ષ જૂનો છે, જેમાં મહેશ ભટ્ટ અને રિયા જલેબીનું પ્રમોશન કરતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં રિયા લવ અને રિલેશનશીપ વિશે વાત કરતી જોવા મળી રહી છે. જેમાં તે કહી રહી છે કે, ” રિલેશનશીપના એક કે બે વર્ષ બાદ એકબીજાને મારી નાંખવાનું મન થાય છે આ ખૂબ જ નોર્મલ છે પરંતુ મારો મત જરા જૂદો છે. પ્રેમમાં જેમ સમય જાય છે તેમ તે ઉંડો થતો જાય છે. ”

View this post on Instagram

What are you're views on this?

A post shared by Bollywood 1M💙 (@lnbollywood) on

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્રમોશન દરમિયાન મહેશ ભટ્ટ રિયાનો હાથ પકડી અને તેના ખભા પર માથુ રાખીને  ઉભા છે અને રિયાની આ વાતથી તે ખુબ જ ઇમ્પ્રેસ થઇ ગયા છે. રિયા અને મહેશ ભટ્ટનો આ વીડિયો સોશ્યલ મિડીયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

મિડીયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે દિવસે રિયાએ સુશાંતનું ઘર છોડ્યુ હતુ તે જ દિવસે મહેશ ભટ્ટ સાથે વાત કરી હતી. 8 જૂને બંને વચ્ચે થયેલી આ વાતચીતથી સાબિત થાય છે તે રિયાએ જ સુશાંત સાથે પોતાનો સંબંધ તોડ્યો હતો.  સુશાંતના અપમૃત્યુ બાબતે રિયા પહેલા દિવસથી શંકાસ્પ્રદ ભૂમિકામાં જોવા મળી છે. સુશાંતના પિતાએ પટનામાં કરેલ ફરિયાદને મુંબઈ ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટમા અરજી હોય કે સહાનુભૂતિ મેળવવા માટેના વિડીયો રિયા એક પછી એક નવા વિવાદમાં સપડાતી જાય છે. સીબીઆઈ તપાસનો ધમધમાટ શરુ થતાં બધાની નજર હવે સુશાંતને ન્યાય મળશે કે નહિ એના પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *