મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો લાભ લેવા ખેડુતો તા.૫મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરે.

ખેડુતોને રૂા.૫૦ હજાર સુધીની સહાય મળશેઃ
સુરતઃબુધવારઃ- રાજયના ખેડુતો આત્મ નિર્ભર બને તેવા આશયથી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ખેડુતોને પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે સહાય આપવામાં આવે છે. વર્તમાન વર્ષે લાભ લેવા માટે ખેડુતોને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂા.૫૦ હજાર બેમાંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. યોજનાનો લાભ લેવા માટે સુરત જિલ્લાના ખેડુતોએ પોતાની અરજી તા.૫/૦૯/૨૦૨૧ સુધીમાં i-khedut Portal પર ઓનલાઈન કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ મેળવીને સહી સાથેના સાધનિક પુરાવો સાથે જે તે ગ્રામ સેવક અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી/ પેટા વિભાગીય અધિકારી કચેરી ખાતે રજુ કરવાની રહેશે. જમીન ધારણ કરતા ખેડુતોને તેઓની જમીનમાં ૮-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને અન્ય ખાતા ધારકોની સમંતિને આધિન લાભ મળશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *