
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ વ્યવસાયો પ્રવેશ મેળવવા માટે જુજ બેઠકો ખાલી હોય બીજા રાઉન્ડ માટે પ્રવેશ વાંચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપર ફોર્મ ભરી સંસ્થા ખાતે રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. અગાઉ ફોર્મ ભર્યા હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તેવા ઉમેદવારોએ અલગથી ફી ભરવાની રહેતી નથી. તેઓએ રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંસ્થાને અરજી કરવાની રહેશે. મેરીટ લીસ્ટ તા.૧૨/૯/૨૧ તથા સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ તા.૧૩ થી ૧૫મી સપ્ટેમ્બર દરમિયાન થશે તેમ આઈ.ટી.આઈ.ના આચાર્ય દ્વારા જણાવાયું છે.