ડો.હર્મેશ પટેલ જેવા ડોકટરોના આપણે આજીવન ઋણી રહીશું.

સ્મીમેરના ડો.હર્મેશ પટેલે નવ દિવસમાં કોરોનાને મ્હાત આપી પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કરવાનો કર્યો સંકલ્પ. મૂળ વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારના વતની અને હાલ છેલ્લા ત્રણ વર્ષથી સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં રહીને રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો.હર્મેશ પટેલને ‘કોરોના દર્દીઓની સારવાર કરતા કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયા હતાં. શ્વાસ લેવામાં કે અન્ય કોઈ તકલીફ ન હોવાથી સાથી ડોક્ટરોએ સ્ટાફ ક્વાર્ટર્સની રૂમમાં આઈસોલેશનમાં રહી સારવાર લેવાનું કહ્યું હતું. ડો.હર્મેશભાઇએ રૂમમાં જ નવ દિવસ રહીને કોરોનાની સારવાર લીધી હતી. તા.૧૫ જુલાઇના રોજ ફરી કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા બીજા જ દિવસે એટલે કે તા.૧૬ જુલાઈના રોજ ફરી કોવિડ વોર્ડમાં ફરજ પર જોડાઈ ગયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *