રાજયની આજની કોવિડ 19 અપડેટ મુજબ કેટલા નવા કેસો નોંધાયા ?

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1145 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના 63,031 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો  14,78,629 પર પહોંચ્યો છે.  

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 166, અમદાવાદ કોર્પોરેશન 146, વડોદરા કોર્પોરેશન 93, સુરત 72, રાજકોટ કોર્પોરેશન 62, જામનગર કોર્પોરેશન 59, પંચમહાલ 44, ભાવનગર કોર્પોરેશન 35, મોરબી 34, રાજકોટ 34, કચ્છ 30, દાહોદ 28, અમરેલી 27, ભાવનગર 25, ભરૂચ 22, વડોદરા 22, મહેસાણા 20, બનાસકાંઠા 19, પાટણ 18, અમદાવાદ 17, ગાંધીનગર 17, આણંદ 13, ગીર સોમનાથ 13, વલસાડ 13, બોટાદ 11, જુનાગઢ કોપોરેશન 11, નવસારી 11, ગાંધીનગર કોર્પોરેશન 10, પોરબંદર 10, જુનાગઢ 9, નર્મદા 9, સાબરકાંઠા 7, જામનગર 6, ખેડા 6, સુરેન્દ્રનગર 6, તાપી 6, મહીસાગર 5, અરવલ્લી 4, દેવભૂમિ દ્વારકા 3, છોટા ઉદેપુર 1, અન્ય રાજ્ય 1 કેસો મળી કુલ 1145 કેસો મળ્યા છે.

આજે કોરોનાના 1145 કેસ જ્યારે 1120 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 64,830 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 78.98 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2839 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *