ભારતની કોવિડ 19 અપડેટ.

વીતેલા 24 ક્લાકમાં ભારતમાં કોરોનાના 69,652 નવા કેસો નોંધાતા કુલ કેસોનો આંકડો 28,36,925 લાખ થઈ ગયો.જેમાંથી હાલમાં 6,86,395 દર્દીઓ સારવાર હેઠળ તો 20,96,664 દર્દીઓ સાજાં થઈને ઘરે ગયા અને 53,886 દર્દીઓ મૃત્યુ પામ્યા. છેલ્લા 24 ક્લાકમાં 977 દર્દીઓના મોત નોંધાયા છે. ભારતમાં આજ સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલ કેસોમાં આજનો દિવસ છે જેનો આંકડો સૌથી મોટૉ છે.

ગુજરાતમાં આજ દિન સુધીમાં કુલ 14,78,629 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 82,087 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી કુલ 64,830 દર્દી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા તેમજ 2839 દર્દીઓના મોત નીપજ્યાં છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસથી ટેસ્ટની સંખ્યામાં વધારો થયો છે. ગઈકાલે સૌથી વધુ 63031 ટેસ્ટ થયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કુલ નવા 1,145 કેસ નોંધાયા છે અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 1120 દર્દી સાજા થયા છે. હાલમાં કુલ 14,418 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટિલેટર પર છે અને 14,337ની હાલત સ્થિર છે.

વડાપ્રધાનની ટકોર બાદ ઘણાં રાજ્યોમાં ટૅસ્ટિંગ વધારતાં કેસોનો આંક્ડો વધુ આવી રહ્યો છે. જેમાં ICMR એ વીતેલા દિવસમાં 9,18,470 ટેસ્ટિંગ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *