આણંદ જિલ્લાોમાં આજથી કોવિડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીનેઅનાજ વિતરણનો પ્રારંભ

આણંદ જિલ્‍લામાં આજથી રાજય સરકાર દ્વારા નકકી થયા મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના (ત્રીજો તબકકો) હેઠળનું વિનામૂલ્‍યે તેમજ રાજય સરકારના નિયત દરથી એનએફએસએને રેગ્‍યુલર વિતરણનો કોવિડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીને અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

        આણંદ જિલ્‍લામાં આ અનાજ વિતરણનો પ્રારંભ જિલ્‍લની ૬૭૪ વાજબી ભાવની દુકાનો દ્વારા જિલ્‍લાના ૨,૭૬,૯૨૯ એન.એફ.એસ.એ.ના રેશનકાર્ડ ધારકોની ૧૪,૦૪,૦૯૬ જનસંખ્‍યાનો સમાવેશ થાય છે. આ જનસંખ્‍યાને પ્રતિમાસ આવશ્‍યક ચીજવસ્‍તુનો જથ્‍થો સરકાર દ્વારા નિયત થયેલા દરે વિતરણ કરવામાં આવે છે.

        કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ પોતાના જાનને જોખમમાં મૂકીને કોરોના વોરિયર તરીકે કોવિડ-૧૯ની ગાઇડલાઇનના પાલન સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

        જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી બામણિયાએ આણંદ જિલ્‍લા પુરવઠા કચેરી, મામલતદાર કચેરી, અને ગુજરાત નાગરિક પુરવઠા નિગમની કચેરી તથા તેના હસ્‍તકના ગોડાઉનના અધિકારીઓ-કર્મચારીઓ અને શ્રમિકો આ વૈશ્વિક મહામારીમાં પોતાના જીવને પણ જોખમમાં મૂકીને દિવસ-રાત જોયા વગર કામગીરી કરી રહ્યા છે. ત્‍યારે જિલ્‍લાના નાગરિકોને રાજય સરકાર દ્વારા જે વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે તે વ્‍યવસ્‍થા મુજબ જ પોતાનું અનાજ લેવા માટે વાજબી ભાવની દુકાને જવા તેમજ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *