વાલોડ નાં દેલવાડા ગામ નાં ૨૫ વર્ષીય સહદેવભાઈ એ સ્મીમેરમાં ૧૯ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો.

કોરોના વાયરસ મોટી ઉમરના દર્દીઓની સાથે સાથે આ લહેરમાં યુવાનોને પણ વધારે અસર કરે છે. વાલોડના દેલવાડા નાં રહેવાસી એવા સહદેવ ભાઈ પટેલ કે જેઓ ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને ૧૯ એપ્રિલ નાં રોજ શ્વાસ લેવામાં તકલીફ તેમજ ગળફા માં લોહી પડવાના કારણે સ્મીમેર હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા. દાખલ થયા ત્યારે તેમનું લોહી માં ઓક્સિજન નું પ્રમાણ ખુબ જ ઓછું હોવાના કારણે તેમને ૧૫ લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. દરેક સારવાર આપવા છતાં પણ તેમનું સ્વાસ્થ્ય બગડતા તેમને ૨૨ એપ્રિલ થી બાયપેપ દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી. તેમને ૧લી મે સુધી આંતરે આંતરે બાયપેપ સારવાર પણ આપતા તેમની તબિયત માં સુધારો જણાયો હતો તેથી ૧લી મે પછીથી બાયપેપ હટાવી લઈ માત્ર જરૂર પુરતો ઓક્સિજન આપી સારવાર ચાલુ રાખવામાં આવી. અને પછી ક્રમશઃ તેમની તબિયત માં સુધારો આવતા છેલ્લે ૧૦ મી મેં નાં રોજ ઓક્સિજન આપ્યા વગર પણ તેઓ પોતાના લોહીમાં ઓક્સિજન નું પ્રમાણ જાળવી શકતા હોવાથી ૧૦ તારીખે રજા આપવામાં આવી હતી. અને હસ્તે ચહેરે તેઓ પોતાના ઘરે જઈ શક્ય હતા.

                  સહદેવભાઈ જણાવે છે કે, તેઓને સ્મીમેર માં ખુબજ સરસ સારવાર મળી છે, અને તેમને કોઈએ પણ પ્રકાર ની અગવડતા પડી નથી. અહિયા સફાઈ કામદારો, આયા બહેનો, નર્સિંગ સ્ટાફ તેમજ ડોકટરો દ્વારા તેમને પુરતો સહયોગ મળ્યો છે. સમયસર જમવાનું, ચોખ્ખું પાણી, સમયસર સારવાર મળી છે અને તે માટે તે સમગ્ર સ્મીમેર નો ઉમદા સારવાર આપવા માટે આભાર માને છે.

                    કોરોના સંક્રમણની ઘાતક બની રહેલી બીજી લહેરમાં સ્મીમેર હોસ્પિટલના તબીબોની નિસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો કોરોનામુક્ત બની સ્વગૃહે પરત ફરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *