સુરત માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓના રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાયા- તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યા

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ‘કોરોના કો હરાના હૈ’ના મંત્ર સાથે વ્યાપક આરોગ્ય સેવા સહિત ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના સંક્રમણને ખાળવા વ્યાપક એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેમાં વિવિધ સોસાયટીઓ સાથોસાથ તબક્કાવાર રીતે સરકારી કચેરીઓમાં જઈને કર્મચારીઓ માટે રેપિડ ટેસ્ટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઉપક્રમે ધન્વંતરિ રથ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના ૨૫ અધિકારી-કર્મચારીઓનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાયા હતાં. જેમાં તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યાં હતાં.
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં નવ ધન્વંતરિ રથ ફરી રહ્યાં છે. જેમાં મેડિકલ ઓફિસર ડો.કિનલ શાહની ટીમના રથ નં.૧૦૮ દ્વારા સેન્ટ્રલ ઝોનના ડોક્ટર, એ.એન.એમ., સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ અને વી.બી.ડી.સી. મળી કુલ છ આરોગ્ય કર્મીઓની ટીમે નાનપુરા, બહુમાળી ભવન સ્થિત માહિતી કચેરીના પ્રાંગણમાં રેપિડ એન્ટીજેન ટેસ્ટ કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *