સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે સાયબર ક્રાઈમ વિભાગે નોંધી ફરિયાદ,આરોપીની ધરપકડ.

અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર કચેરીના મદદનીશ નિયામકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધી છે. સાયબર ક્રાઇમે જાહેરાત આપનાર હેઠળ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે  સરકાર સાથે હળતું ભળતું ઇમેલ આઈ ડી બનાવનારની ધરપકડ કરી કાયદેસર પગલાં ભરવામાં આવ્યા છે.

વર્તમાન પત્રોમાં સીધી ભરતીની જાહેરાત આપવાનમે મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે રાજકોટથી સંદીપ પંડયા નામના આરોપીની ધરપકડ કરી છે. જાહેરાત આપનાર વિરુદ્ધ IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં શ્રમ-રોજગાર કચેરીના મદદનીશ નિાયામકે ફરિયાદ નોંધાવી હતી. આ જાહેરાત 15 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં છપાઇ હતી. સરકાર સાથે મળતા નામનું ઇમેઇલ આઇડી બનાવ્યું હતું. નોંધનીય છે કે ગુજરાત સરકારે આવી સીઘી ભરતીની કોઇ જાહેારાત કરી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *