ભારતમાં ભલે આવું બનવું મુશ્કેલ પણ અમેરિકામાં સરળ. ભારતીય એ એમેઝોનના CEO ને મેઈલ નાંખ્યો અને જવાબ પણ આવ્યો.

મુંબઈના એક રહેવાસીએ પોતાની દાદી માટૅ Amazon પરથી એક ફોન ઓર્ડર કર્યો હતો. પરંતુ તેને પેકેટ ન મળ્યું અને તે સોસાયટીના ગેટ પરથી ચોરી થઈ ગયુ. ભાઈને એટલો ગુસ્સો આવ્યો કે એણે સીધો મેઈલ Amazon ના સીઈઓ જેફ બેઝોસને કર્યો. જો કે નવાઈની વાત એ હતી કે જેફ બેઝોસે મેઈલ વાંચ્યો અને તત્કાળ પગલાં લેવા માટે કહ્યું. થોડા દિવસમાં જ એમેઝોનની ટીમે મુંબઈના રહેવાસીનો સંપર્ક કરીને તેની સમસ્યા દુર કરી. 

આ વાત છે મુંબઈના ઓમકાર હનામંતેની . તેણે એમેઝોનની વેબસાઇટ પરથી તેની દાદી માટે ફોન ઓર્ડર આપ્યો. તેણે નોકિયાના બેસિક ફોનનો ઓર્ડર આપ્યો. પરંતુ તેમને ઘણા દિવસોથી ડિલિવરી મળી ન હતી. જ્યારે વેબસાઇટ પર સ્થિતિ બતાવવામાં આવી રહી હતી કે ફોન પહોંચાડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *