ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે PM મોદી આજે રૂ. 75નો સ્મારક સિક્કો પ્રસિદ્ધ કરશે.

ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રૂ. 75નો સ્મારક સિક્કોપ્રસિદ્ધ કરશે. એફ.એ.ઓ. સાથે ભારતના વર્ષો જૂના સંબંધો દર્શાવવાની સાથે સાથે સરકાર દ્વારા કૃષિ અને પોષણને આપવામાં આવેલી પ્રાથમિકતાનું એ પ્રતીક હશે.

ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રૂ. 75નો સ્મારક સિક્કોપ્રસિદ્ધ કરશે. એફ.એ.ઓ. સાથે ભારતના વર્ષો જૂના સંબંધો દર્શાવવાની સાથે સાથે સરકાર દ્વારા કૃષિ અને પોષણને આપવામાં આવેલી પ્રાથમિકતાનું એ પ્રતીક હશે. આ કાર્યક્રમ દેશની તમામ આંગણવાડીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૈવિક સંસ્થાનો જોઈ શકશે. એફ.એ.ઓ. સાથે ભારતનો ઐતિહાસિક સંબંધ રહેલો છે. ભારતે 10 કરોડથી વધારે લોકોના લક્ષ્ય સાથે મહત્ત્વાકાંક્ષી પોષણ અભિયાન પણ શરૂ કર્યું છે. જેનો ઉદ્દેશ, શારીરિક ખામી, કુપોષણ, એનિમિયા અને ઓછા વજન સાથે જન્મેલા બાળકોની સમસ્યાને દૂર કરવાનો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી તાજેતરમાં જ વિકસિત કરવામાં આવેલા 8 વિવિધ પાકોની 17 જૈવિક જાતિ પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રને સમર્પિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *