પશ્ચિમ રેલ્વે આરપીએફ દ્વારા ટીકીટ દલાલો વિરુદ્ધ વિશેષ અભિયાનોમાં 87 લાખ રૂપિયાની ગેરકાનૂની ટીકીટો જપ્ત.

પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ દ્વારા જુલાઈ થી સપ્ટેમ્બર 2020 સુધીના સમયગાળા દરમિયાન ટીકીટ દલાલો સામે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાનો દરમિયાન પકડવામાં આવેલ 298 વખત માં ઈ-ટીકીટ અને યાત્રા સાથે અનામત ટીકીટ સહીત લગભગ 87.55 લાખ રૂપિયાનાં મૂલ્યની કુલ 5547 ગેરકાનૂની ટીકીટો જપ્ત કરવામાં આવી  અને 315 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી.

     પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકર દ્વારા જારી એક અખબારી યાદી મુજબ, ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં આ જ સમયગાળામાં પકડવામાં આવેલ 146 મામલાઓમાં ઈ-ટીકીટ સહીત 50.16 લાખ રૂપિયાના મૂલ્યની કુલ 2099 ટીકીટો જપ્ત કરવામાં આવી હતી અને 171 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જ રીતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પકડવામાં આવેલા મામલાઓની સંખ્યા બમણા થી પણ વધુ થઇ ગઈ છે. આ જ રીતે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિઓ અને જપ્ત ટીકીટોની સંખ્યા તેમજ ઈ-ટીકીટોનાં મૂલ્યમાં પણ ઉલ્લેખનીય વૃદ્ધિ થઇ છે. વિશેષ અભિયાનો દરમિયાન એવું જોવામાં આવ્યું છે કે રીયલ મેંગો સોફ્ટવેરના ઉપયોગનાં માધ્યમથી ઈ-ટીકીટોના બુકિંગમાં ગડબડ કરવામાં આવી હતી. આ તમામ વિશેષ અભિયાન જુલાઈથી સપ્ટેમ્બર 2020 સુધીના સમયગાળા માટે ચલાવવામાં આવ્યા. દલાલો દ્વારા ટીકીટોની ગેરકાનૂની બુકિંગની સુચના મળ્યા બાદ, ડિટેકટીવ વિંગ/ આરપીએફ ક્રાઈમ બ્રાંચ, સાઈબર સેલ અને ડીવીઝનોને સમર્પિત કર્મચારીઓની વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી અને વિશેષ ડ્રાઈવ આ પ્રકારની ગેરકાનૂની ગતિવિધિઓ સામે શરુ કરવામાં આવી. એવું જોવા મળ્યું કે બનાવટી આઈડીનો ઉપયોગ કરીને ટીકીટોનું ગેરકાનૂની બુકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અમુક અધિકૃત IRCTC એજન્ટો પણ શામેલ છે, જે નકલી આઇડીનો ઉપયોગ કરે છે અને રીયલ મેંગો જેવા ગેરકાનૂની સોફ્ટવેરનો પણ ઉપયોગ કરીને ભોળા યાત્રીઓ પાસેથી વધારે પૈસા વસૂલે છે.

     પશ્ચિમ રેલવે તેના તમામ ગ્રાહકોને વિનંતી કરે છે કે માત્ર અધિકૃત સ્ત્રોતોમાંથી જ પોતાની મુસાફરીની ટીકીટો ખરીદો. યાત્રીઓની  સાથે સાથે તમામ નાગરિકોને પણ સમય-સમય ઉપર પીએ સિસ્ટમની જાહેરાતો, સ્ટીકરો, પોસ્ટરો, ટ્રેનો અને રેલ પરિસરમાં પેમ્ફલેટ વિતરણનાં માધ્યમથી દલાલો સામે એલર્ટ કરવામાં આવે છે. રેલવે કાયદાની કલમ  143 ની કાનૂની જોગવાઈઓ અને ટાઉટસ પાસેથી ટીકીટ ખરીદવા/ઈ-ટીકીટ ખરીદવાના પરિણામો અંગે મુસાફરોને શિક્ષિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *