કચ્છના ઘુડખર અભયારણ્યમાં નિઃશુલ્ક શિબિરનું આયોજન, પ્રવાસીઓ માટે અભયારણ્ય મુકાયું ખુલ્લું

કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે.

કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આજથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 16,000 થી 18,000 થી વધુ પ્રવાસી લોકો આવેલ હતા. જેમાં 2000 જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે.ગત વર્ષે 25 થી 30 લાખ જેટલી આવક આ વિભાગ ને થયેલ છે.અને દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. સાથે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં છેલ્લે થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડેલ છે. જેના કારણે રણ ની અંદર હજુ પણ પાણી ભરાયા છે. જેથી પ્રવાસીઓ માટે રણ ની અંદર જવું મુશ્કેલ છે. ત્યારે હજી રણ ની અંદર રહેલ પાણી ને ઓસરતા લગભગ 20 દિવસ જેટલો સમય લાગે તેમ છે. અને આ વખતે સારો વરસાદ થયેલ હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે. અભયારણ્ય દ્વારા પ્રવાસી ને અપીલ પણ કરવામાં આવી છે આ વખતે કોરોનાના કારણે લોકો સરકારની ગાઈડ લાઇન મુજબ અને માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ, અને સેનેટાઈઝર નો ઉપયોગ કરે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *