પોસ્ટલ જીવન વીમા ડાયરેક્ટ એજન્ટ બનવા માટેની રૂબરૂ મુલાકાત (વોક ઇન ઈન્ટરવ્યું)

પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સીટી ડીવીઝનની યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ/ ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામ માટે ઉત્સાહી વ્યક્તિઓને ડાયરેક્ટ એજન્ટ તરીકે નિમણુક આપવાની છે. આથી નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 28.10.2020 ના રોજ પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ, સીટી ડીવીઝન, આશ્રમ રોડ, અમદાવાદ-09ની કચેરીએ સવારે 11:00 કલાકે અરજી, અસલ પુરાવા BIO-DATA, પાસપોર્ટ સાઈઝ ફોટો, ઉમરનો દાખલો, શૈક્ષણિક લાયકાત, વીમા ક્ષેત્રે અનુભવનો પુરાવો સાથે રૂબરૂ હાજર રહેવું.

લાયકાત  : SSC પાસ

ઉમર      : 18 થી 50 વર્ષ

પૂર્વ વીમા એજન્ટ/ આંગણવાડી કાર્યકરો/ મહિલા મંડળના કાર્યકરો/ નિવૃત શિક્ષકો/ એક્સ સર્વિસમેન/ ગ્રામ પ્રધાન/ગ્રામ પંચાયતમાં સભ્યો/ બેરોજગાર-સ્વરોજગાર ધરાવતા યુવકો વગેરે ઉપર જણાવેલ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવરોએ હાજર રહેવું.

મહેનતાણું  : સરકાર શ્રીના નિયમો અનુસાર કામકાજ મુજબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *