સરકારે જીએસટી મહેસૂલની ઘટને પૂરવા 20 રાજ્યોને ઓપન માર્કેટમાંથી ઋણ લેવાની મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે જીએસટી મહેસૂલની ઘટને પૂરવા માટે 20 રાજ્યોને ઓપન માર્કેટમાંથી 68 હજાર 825 કરોડ રૂપિયાનું ઋણ લેવાની મંજૂરી આપી છે. વર્તમાન સમયમાં જીએસટીની મહેસૂલ ઘટ 2.35 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. જે અંતર્ગત કેન્દ્રે રાજ્યોને આરબીઆઈની સ્પેશિયલ વિન્ડોમાંથી 97 હજાર કરોડ રૂપિયા તેમજ ઓપન માર્કેટમાંથી 2.35 લાખ કરોડ રૂપિયાનું ઋણ લેવાના બે વિકલ્પો સુચવ્યા હતા.

આ અંગે નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ઋણની મંજુરી એવા રાજ્યો માટે છે, જેમણે જીએસટી લાગુ કર્યા બાદ મહેસુલમાં થયેલી ઘટને પુરવા માટે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા બે વિકલ્પો માંથી પહેલો વિકલ્પ પસંદ કર્યો હતો. 27 ઓગસ્ટના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ બે વિકલ્પ મુકવામાં આવ્યાં હતાં અને 29 ઓગ્સટના રોજ રાજ્યોને આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

20 રાજ્યોએ પહેલો વિકલ્પ પસંદ કર્યો હતો, જેમાંથી 8 રાજ્યોએ હજી સુધી વિકલ્પ પસંદ કર્યો નથી. જે રાજ્યોએ પહેલો વિકલ્પ પસંદ કર્યો છે, તેમને નાણા મંત્રાલય દ્વારા બનાવાયેલી વિશેષ વ્યવસ્થાનો લાભ મળશે. જે અંતર્ગત મેહસુલની ઘટને ઋણ દ્વારા પુરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *