ભારત સરકારના નાણામંત્રાલયની એ જાહેરાતો જે કેંદ્રિય કર્મચારીઓ માટે મહ્તવના છે.

સરકારની બચત અને સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓની બચતમાં વૃદ્ધિના સંકેતો છે, આ દિશામાં, અમે નબળા વર્ગની માંગ વધારવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ.

LTC કેશ વાઉચર્ચનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીઓ કોઈ પણ સામાન ખરીદી કે સર્વિસ માટે કરી શકે છે. પરંતુ તેણે LTCની રકમના ત્રણ ગણા ખર્ચ કરવો પડશે. કર્મચારીને તે જ સામાન ખરીદવા પડશે જેના પર 12 ટકા કે તેનાથી ઉપર જીએસટી લાગતો હશે. સામાન ફક્ત GST રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી જ લેવાનો રહેશે. કર્મચારીએ જ્યાં ખર્ચો કર્યો છે તેના ઈનવોઈસ પણ દેખાડવા પડશે. તો જ બધી છૂટ મળશે. આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓને મળનારી 10 દિવસની લીવ ઈનકેશમેન્ટ પણ ખર્ચ કરવી પડશે. આ બધા ખર્ચા તેણે 31 માર્ચ 2021 સુધીમાં કરવાના રહેશે. આ તમામ ખર્ચા અને ખરીદીનું પેમેન્ટ ડિજિટલ મોડમાં હોવું જોઈએ. 

આ સ્કીમથી કેન્દ્રીય કર્મચારીઓ પર 5675 કરોડ રૂપિયા મળશે. જો સરકારી કંપનીઓ અને સરકારી બેંકો પણ તેને લાગુ કરશે તો 1900 કરોડ રૂપિયા વધુ મળશે. જો રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટર્સ પણ કેન્દ્રની આ વાત માનશે તો 19000 કરોડ રૂપિયાની ડિમાન્ડ પેદા થશે. 

સરકાર ડિમાન્ડ વધારવા માટે તહેવારની સિઝનનો બરાબર ઉપયોગ કરવા માંગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યારે સાતમું પગાર પંચ આવ્યું હતું ત્યાં સુધી એડવાન્સની જોગવાઈ નહતી. આ માટે એડવાન્સ સ્કિમ ચાલતી હતી. સરકાર એકવાર ફરીથી સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કિમ લઈને આવી છે. આ સ્કિમ દ્વારા દરેક કેન્દ્રીય કર્મચારીને 10,000 રૂપિયા એડવાન્સ દેવાની જોગવાઈ કરવામાં આવી છે. જે ઈન્ટરેસ્ટ ફ્રી હશે. જેને 10 હપ્તામાં ચૂકવવાની રહેશે. આ એડવાન્સ રૂપે ડેબિટ કાર્ડમાં પ્રી લોડેડ હશે. તે વન ટાઈમ એડવાન્સ સ્કિમ હશે. જે ફક્ત આ ફેસ્ટિવ સિઝન માટે શરૂ થશે. 

કેન્દ્ર સરકાર રાજ્યોને 12,000 કરોડ રૂપિયાની લોન આપશે. આ લોન 50 વર્ષ માટે અપાશે. જે સંપૂર્ણ રીતે વ્યાજમુક્ત રહેશે. રાજ્યોને આ કરજ તેમના પ્રોજેક્ટ પૂરા કરવા માટે અપાશે જેથી કરીને ઈકોનોમીને ગતિ મળી શકે. રાજ્યોને મૂડી ખર્ચ માટે ₹. 12,000 કરોડની વિશેષ વ્યાજ મુક્ત, 50 વર્ષીય લોન આપી રહ્યા છીએ.8 ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે ₹ 200 કરોડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના 450 કરોડ અને બાકીના રાજ્યો માટે 7,500 કરોડ જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *