ટેકાના ભાવ મામલે ગુજરાત સરકારની કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રાજ્યમાં નવરાત્રિને મંજૂરી આપવી કે નહી.. તેમજ અનલોક- પાંચની એસઓપી અંગે ચર્ચા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે   આ ઉપરાંત ડિજીટલ સેવા સેતુ યોજના, કોરોના મહામારી, મગફળી ખરીદ પ્રક્રિયા  અંગે ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે રાજ્ય સરકારની કેબેનિટ મિટીંગમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે ટેકાના ભાવ મામલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

જેમાં ગુજરાત રાજ્ય સરકાર ખેત ઉત્પાદનના ટેકાના ભાવમાં સરકાર વધારો કરી રહી છે. તેવું કૃષિ મત્રી આરસી ફળદુએ મહત્વનું નિર્ણય આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મકાઈની ખરીદી 1 હજાર 850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ખરાદીશે. 13 લાખ 66 હજાર મેટ્રિક ટન મગફળી ખરીદાશે.ઉલ્લેખનીય છે કે આરસી ફળદુએ જણાવ્યું કે ખેડૂતોના હિતમાં સરકાર કાર્ય કરે છે,

  • ડાંગર 1068 રૂ પ્રતિ ક્વિન્ટલ
  • મકાઈ 1850 રૂ પ્રતિ ક્વિન્ટલ
  • બાજરી 2150 રૂ પ્રતિ ક્વિન્ટલ
  • અડદ 6 હજાર રૂ પ્રતિ ક્વિન્ટલ
  • સોયાબિન 3800 પ્રતિ ક્વિન્ટલ
  • 13 લાખ 66 હજાર મેટ્રીક ટન મગફળી ખરીદાશે

રાજ્ય સરકારની એજન્સી તરીકે પ્રુરવઠા વિભાગ કરશે
ડાંગર ,મકાઈ, મગફળી માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવશે. ત્યારે બીજી તરફ 92 સેન્ટર ડાંગર માટે, 61 સેન્ટર મગફળી માટે અને 57 સેન્ટર બાજરી માટે ફાળવવામાં આવ્યા છે.

બેઠક બાદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી ખેડૂતના હિતમાં સરકાર કામ કરી રહી હોવાનું જણાવ્યું. ફળદુએ જણાવ્યું કે કેન્દ્રમાં મોદી સરકાર હેઠળ ભાજપની સરકાર છે ત્યારથી ગુજરાત અને દેશના ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય છે. ખેડૂતો જે પાક ઉત્પાદન કરે છે અને તેમને જે ટેકાના ભાવ આપવામા આવે છે, તેમાં વર્ષ 2014થી સતત વધારો કરવામાં આવી રહ્યાં છે. વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું કે જણસીના ઉત્પાદનના 25 ટકા ખરીદી કરવાની પરનાવગી આપવામાં આવી છે. મગફળી ખરીદી માટે 13 લાખ 66 હજાર પરવાનગી જ્યારે ડાંગરની ખરીદી માટે 1800 પ્રતિ ક્વિન્ટલની મંજૂરી આપવામાં આવી છે. બાજરી 2 હજાર પ્રતિ કિવન્ટલના ભાવથી ખરીદાશે. આ પાકોની ખરીદી નાફેડ કરશે અને રાજય સરકાર મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *