ડ્ર્ગ્સ કેસમાં રિયાને મળ્યાં શરતી જામીન તો એનો ભાઈ હજી જેલના સળિયા પાછળ જ રહેશે.

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે રિયાને શરતી જામીન આપ્યા છે. જ્યારે રિયાના ભાઈ શૌવિક અને ડ્રગ પેડલર બાસિત પરિહારની જામીન અરજી રિજેક્ટ કરી દીધી છે. સુશાંતના સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને પણ જામીન મળી ગયા છે. એનસીબીએ કહ્યું છે કે, કોર્ટે જેને પણ જામીન આપ્યા છે, તેની સામે તેઓ અપીલ કરશે.

રિયાએ એક લાખ રૂપિયા અને પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. રિયાએ મુંબઈ બહાર જવા માટે મંજૂરી લેવી પડશે અને જ્યારે પણ પૂછપરછ માટે બોલાવે ત્યારે હાજર રહેવું પડશે. 11 સપ્ટેમ્બરે સ્પેશ્યલ NDPS કોર્ટે આ પાંચેયની જામીન અરજીને ફગાવી દીધી હતી. જે બાદ તમામને બોમ્બે હાઈકોર્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા. 29 સપ્ટેમ્બરે બોમ્બે હાઈકોર્ટે તમામની જામીન પર અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. રિયાને એનસીબીએ 8 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. રિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. રિયા અને તેના ભાઈની કેટલાક ડ્રગ્સ પેડલર સાથે ચેટ પણ સામે આવી હતી.

વીડિયો કોન્ફરન્સથી બોમ્બે હાઈકોર્ટમાં રિયા અને તેના ભાઈ શોવિક, અબ્દુલ બાસિત પરિહાર, સૈમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંતની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ પહેલા સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે રિયા અને શોવિકની 20 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી દીધી હતી. જેમાં રિયાને જામીન મળ્યા છે. જ્યારે તેના ભાઈ અને અન્ય આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.છેલ્લાં 30 દિવસથી જેલમાં બંધ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી ગઈ કાલે, 6 ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી. NCBએ રિયાની ધરપકડ આઠ સપ્ટેમ્બરના રોજ કરી હતી. શોવિકને પણ 20 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *