” રત્નકલાકારોનું અપમાન – સરકાર માફી માંગે ” શીર્ષક હેઠળ પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો.

સુરતમાં વધતાં કેસો માટે સુરતના રત્નકલાકારોને જવાબદાર લેખાવતાં સુરતના રત્નકલાકારો સરકાર સામે વિફર્યા છે. હાલમાં જ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટમાં સુરતમાં વધતાં કેસો માટે રત્નકલાકારોને જવાબદાર ઠેરવવાના અહેવાલ પ્રકાશિત થતાં જ હવે સરકાર સામે વિરોધનો સુર ઉભો થવા પામ્યો છે. સુરતના હિરા ઉધોગ સાથે સંકળાયેલા વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે, જેમાં સરકાર માફી માંગે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

પોસ્ટરમાં એક અખબારના કટિંગને ટાંકીને લખાયુ છે કે “ લોક્ડાઉન ખોલ્યાં પછી હીરા ઉધોગ ચાલું કરવાની ગાઈડલાઈન રાજય સરકારે બનાવી. આ ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાની લેખિત બાંહેધરી હીરા ઉધોગકારોએ આપી, સરકાર અને હીરા ઉધોગકારો જે વ્યવસ્થા આપે તે પ્રમાણે રત્ન કલાકારોએ કામ કરવાનું હતું તો ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં રત્નકલાકારોને કઈ રીતે કોરોના સંક્રમણ ફેલાવવા માટૅ દોષ આપી શકે ? ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *