સામાન્ય તસ્વીરોને અસામાન્ય બનાવી યાદગાર બનાવતો ચિત્રકાર.

ભારતમાં એકથી એક ચઢિયાત કલાકારોની પેઢી છે જે અન્યોને ખુશી આપવા માટૅ ઘણાં મઝાના કામો શોખથી કરે છે. બેંગ્લોર સ્થિત કરણ આચાર્ય આવા જ એક આર્ટિસ્ટ છે. સોશ્યલ મીડીયા પર એમને બધા પોતાની સામાન્ય તસ્વીરો મોકલે છે જેને કરણ તદ્દન નવા રંગરુપમાં તસ્વીર મોકલનારની ઈચ્છા મુજબ સાકારિત કરી આપે છે. અમે કંઈ લખીએ એના કરતાં તમે જાતો નિહાળો તો વધારે મઝા પડશે.

https://twitter.com/karanacharya7/status/1291400317691559936

કરણ એજ્યુકેશનલ મટીરીયલ બનાવતી કંપની બાયજુજમાં કામ કરે છે. કરનની લોકપ્રિયતા એટલી બધી છે કે ટ્વીટર પર એમના ૫૮ હજારથી વધુ ફોલોઅર છે તો એમના ફેસબુક પ્રોફાઈલને ૨૮ હજારથી વધુ ફોલોઅર મળ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *