ગુજરાતે કરેલી બેસ્ટ પ્રેક્ટિસીસની મોકળા મને સરાહના કરતું WHO : આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગુજરાત મોડેલની કોવિડ-૧૯ મહામારી સામેની લડતની મુક્ત મને પ્રશંસા કરી છે. કોરોના જેવી તદ્દન અજાણી મહામારી સામે ગુજરાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સમગ્ર વહિવટી તંત્રએ જે રીતે લડત આપી અને આખું ગુજરાત જે રીતે એક થઈને લડયું છે તે અન્ય રાષ્ટ્રો અને રાજ્યો માટે અનુકરણીય છે એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન – WHOના ભારત(WR)ના પ્રતિનિધિ ડૉ. રોડ્રિકો ઓફ્રિન (Dr.Roderico Ofrin)એ કહ્યું હતું.

US formally withdraws from World Health Organization - Chicago Sun ...

આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે અને શ્રી વિનોદ રાવ તથા જિલ્લા કલેકટરો સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ આવો પ્રતિભાવ આપ્યો હતો.

કોવિડ-૧૯ મહામારીના શરૂઆતના તબક્કામાં ગુજરાત સંક્રમણ બાબતે ત્રીજા સ્થાને હતું પરંતુ ગુજરાતે ખુબ જ ઝડપથી આ સ્થિતિ સુધારવામાં અને સંક્રમણને આગળ વધતું અટકાવવામાં  સફળતા મેળવી છે, ત્યારે આ વીડિયો કોન્ફરન્સનો આશય ગુજરાતના કોવિડ-૧૯ કંટ્રોલ મોડલ અંગે જાણકારી મેળવવાનો તેમજ ગુજરાત દ્વારા કઈ રીતે આયોજન કરવામાં આવ્યું અને તેનો અમલ કરીને સંક્રમણ સામે ઝડપથી રિસ્પોન્સ આપી શકાયો તે સહિતની વિગતો મેળવી અન્ય રાજ્યો-રાષ્ટ્રમાં અમલવારી કરાવવાનો હતો.

WHOના ભારત(WR)ના પ્રતિનિધિ ડૉ. રોડ્રીકો ઓફ્રીને આ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ કંટ્રોલ અંગે ગુજરાતે કરેલી પરિણામલક્ષી કામગીરી અને તેના આયોજન અંગેની જાણકારી બદલ હું ગુજરાતની ટીમનો ખુબ આભારી છું. તેમણે કહ્યું હતું કે, આ મહામારીમાં ગુજરાત સરકારે લીધેલા પગલાંઓ તેમજ પ્રિવેન્ટિવ એક્શન સહિતની કામગીરી ખુબ જ સરાહનીય છે જેનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ. જેથી તેના દરેક તબક્કાનો અન્ય લોકો અભ્યાસ કરી શકે. સાથે જ તેઓએ એક વર્ચ્યુઅલ વેબિનાર યોજવાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો જ્યાં લોકો ચર્ચા-વિમર્શ કરી એકબીજાના અનુભવોનું આદાનપ્રદાન કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *