આગામી દિવસોમાં સુરત ખાતે કઈ સંસ્થા માસ્ક અને સેનીટાઈઝરની બોટલોનું વિતરણ કરશે ? અને કયા વિસ્તારોમાં ?

આજે ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાની અધ્યક્ષતામાં સુરતના માસ્ક અને સેનીટાઇઝરના ઉત્પાદકો અને વિક્રેતાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ક્ષેત્રના ઉત્પાદકોએ પોતાના ધંધાને મહત્વ ન આપીને વધુને વધુ માસ્ક તથા સેનીટાઇઝર બોટલોનું દાન જાહેર કર્યું હતું.

જેમાં સુરેશ ગોંડલીયા તરફથી પ૦ હજાર એન– ૯પ માસ્ક તથા ૧૧૦૦ સેનીટાઈઝર બોટલ, ધી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસીએશન તરફથી ૩૦ હજાર માસ્ક, સચીન ઇન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી રપ હજાર સેનીટાઇઝરની બોટલ, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી ૧૦ હજાર માસ્ક, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશન તરફથી ૧૦ હજાર માસ્ક, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન તરફથી રપ હજાર માસ્ક અને રિનેશ ભિમાની તરફથી પ હજાર માસ્કના દાનની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ તબકકામાં સુરત રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનો મારફત સુરત આવતા શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે. એના માટે ચેમ્બર દ્વારા સુરત સ્ટેશને એક બુથ બનાવવામાં આવશે તથા ચેમ્બરના સભ્યો દ્વારા માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે.

બીજા તબકકામાં શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ફરી ફરીને જાગૃતિના ભાગરૂપે શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝર બોટલોનું વિતરણ કરવામાં આવશે. હજી પણ આ પ્રોજેકટમાં જેમણે પણ રસ હોય તેમણે મોબાઇલ નંબર ૯૮રપ૪૭ર૯૦૮ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *