ગુજરાત રાજયની કોવિડ 19 અપડેટ પ્રમાણે આજે 1175 નવા કેસો નોંધાયા.

આજે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના 1175 નવા કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 83,262 એ પહોંચ્યો છે. જ્યારે 1123 સાજા થઈને ઘરે પરત ફર્યા અને 16 દર્દીઓના મૃત્યુ નોંધાયા.

રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 83262, કુલ સાજા 65953 અને કુલ મૃતાંક 2855 પર પહોંચ્યો. આજે 68581 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.આરોગ્ય વિભાગ મુજબ રાજયમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 61 લેબોરેટરી કાર્યરત છે. રાજ્યમાં આજે કુલ 68,581 ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધી કુલ 15,47,210 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વિવિધ જિલ્લા પ્રમાણે જોતાં અમદાવાદમાં 172 નવા કેસ અને 4 લોકોના મોત નોંધાયા, જ્યારે સુરતમાં 237 કેસ અને 7 લોકોના મોત નોંધાયા. વડોદરામાં 118 કેસ અને 1 દર્દીનું મોત થયું છે. રાજકોટમાં આજે 98 નવા કેસ નોંધાયા છે. જામનગરમાં 73 અને ભાવનગરમાં 55 નવા કોરોના કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 25, જૂનાગઢમાં 27 કેસ નોંધાયા. ઉપરાંત પંચમહાલમાં 42 અને કચ્છમાં 35 નવા કોરોના કેસ નોંધાયા છે. દાહોદની વાત કરીએ તો 32 અને મોરબીમાં 26, અમરેલીમાં 25 અને મહેસાણામાં 22 , ભરુચમાં 20, બનાસકાંઠામાં 18, પાટણમાં 15, નવસારી અને પોરબંદરમાં 13-13 કેસો, ગીર સોમનાથ 11, નર્મદા- સાબરકાંઠામાં 10-10, છોટાઉદેપુર, ખેડા, વલસાડમાં 9-9 તો આણંદ, જામનગર, મહીસાગરમાં 8-8 કેસો નોંધાયા. તો બોટાદ 7, સુરેંદ્રનગર 6 , અરવલ્લી-દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 4-4 કેસો નોંધાયા.જ્યારે અન્ય રાજયના 10 કેસો નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *