મંજૂર પ્લાનની વિરુધ્ધ થઈ ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે મનપાનો સપાટો.

સુરત મહાનગરપાલિકા વડે મંજૂર થયેલ પ્લાનની વિરુધ્ધ થઈ ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરતાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને મિલ્કતદારને 20,000 રુપિયાનો વહીવટી ચાર્જ પણ દંડ પેટે વસૂલ કર્યો.

સુરતના વોર્ડ નંબર 7 માં આવેલ જીલાની બ્રીજ સામેની મિલકતમાં મોહમ્મદ ઈમરાન મોહમંદ સિદ્દીક સાબુવાલાને મનપાએ મંજૂર પ્લાન વિરુધ્ધ જઈને છઠ્ઠા માળે આર.સી.સી સ્લેબ ભરવા માટે આર સી. સી. કોલમ તથા સેંટરીંગ કરાતાં સેંન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરશ્રીની સૂચના મુજબ ૧૬૦૦ ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંદકામનું ડિમોલીશન કરીને દૂર કરવામાં આવ્યું હતું.સાથે જ મનપાએ વીસ હજાર રુપિયાનો ચાર્જ પણ દંડ પેટે વસૂલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *