વરસાદે ગુજરાતને ઘમરોળ્યું. જાણો કેટલા રસ્તા બંધ થયા તો કેટલા ડેમ હાઈ એલર્ટ પર. ?

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસી રહેલાં અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની ડેમની જળસપાટી ૧૨૧.૦૮ મીટર પર પહોંચી છે. તેની સાથે જ સરદાર સરોવર ડેમમાં ૫૪.૦૬ ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના ડેમોની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજની સ્થિતિએ કુલ ૯૪ ડેમ હાઈ એલર્ટ ઉપર એટલે કે ૯૦ ટકાથી વધુ ભરાયા, ૧૦ ડેમ એલર્ટ ઉપર એટલે કે ૮૦થી ૯૦ ટકા ભરાયા અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર એટલે કે ૭૦થી ૮૦ ટકા ભરાયા છે. તે ઉપરાંત ૮૭ ડેમ ૭૦ ટકાથી ઓછા ભરાયા છે.

રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસ.ટી. બસની ત્રણ રૂટની કુલ ૧૭ ટ્રીપો બંધ કરવાની ફરજ પડી છે. તે ઉપરાંત સ્ટેટ હાઈવેના ૧૨ રસ્તાઓ, પંચાયતના ૧૭૨ રસ્તાઓ, નેશનલ હાઈવેના બે રસ્તાઓ તેમજ અન્ય નવ રસ્તાઓ મળી કુલ ૧૯૫ રસ્તાઓ બંધ છે. જેને પૂર્વવત કરવા તંત્ર કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *