સુરતમાં આવેલ ખાડીઓ ઉભરાતાં ઘણા ખાડી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ.

છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં વધુ 4 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના ખાડી કિનારાના વિસ્તારના રસ્તાઓ પર હાલ નદી વહી રહી છે. જ્યારે ખાડી પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા બેટ લઈને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.

મીઠી ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. લિંબાયતના કમરૂ નગરમાં હાલ ગળા ડૂબ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. જ્યારે બમરોલી વિસ્તારમાં પણ ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે. આ સાથે સણીયા હેમદ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે.

સણીયા હેમદ વિસ્તારમાં આવેલા મંદિરમાં કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતા ફાયર વિભાગે બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *