સુરત શહેર પોલીસના B ડિવીઝનના ACP ની રાષ્ટ્રીય પુરસ્કાર માટૅ પસંદગી.

રાજપીપળાના વતની અને સુરત એસીપી અભિજીતસિંહ.એમ.પરમારને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી (યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન) એવોર્ડ મળવા પામ્યો છે. ગુજરાતમાંથી ફક્ત 5 અધિકારીઓની પસંદગી થઈ છે જેમાં અભિજીતસિંહ.એમ.પરમારની પસંદગી થતા રાજપીપળા માટે ગૌરવની વાત કહેવાય.તેઓએ સુરત લિંબાયત ખાતે એક બાળકી પર રેપ અને હત્યા કેસનો ત્વરિત નિકાલ લાવી આરોપીને ફાંસીના માચડા સુધી પહોંચાડ્યો હતો, જે બદલ એમની આ એવોર્ડ માટે પસંદગી થઈ છે.

વર્ષ 2020 માટે “તાપસની શ્રેષ્ઠ કામગીરી માટેનું કેન્દ્રીય ગૃહમંત્રીનું ચંદ્રક” 121 પોલીસ કર્મચારીઓને એનાયત કરવામાં આવે છે. ગુનાની તપાસના ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને તપાસ અધિકારીઓ દ્વારા તપાસમાં આવી શ્રેષ્ઠ કામગીરીને માન્યતા આપવાના ઉદ્દેશ સાથે આ ચંદ્રક એનાયત કરવાની રચના 2018માં કરવામાં આવી હતી.

આ એવોર્ડ મેળવનારા કર્મચારીઓમાં 15 સીબીઆઈના 10 મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસના છે 8 ઉત્તર પ્રદેશ પોલીસના છે, 7 કેરળ અને પશ્ચિમ બંગાળના પ્રત્યેક પોલીસના છે અને બાકીના અન્ય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના કર્મચારીઓ છે. જેમાં એકવીસ (21) મહિલા પોલીસ અધિકારીઓ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *