રાજ્યમાં ડિફેન્સના નવા નવા ઇનોવેશન માટે આઇ-હબ ‘માઈન્ડ ટુ માર્કેટ-ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ’ વિષયે વેબીનાર યોજાયો.

રાજ્યમાં ડિફેન્સના નવા નવા ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી આજે શિક્ષણ વિભાગના ઉપક્રમે આઇ-હબ ‘માઈન્ડ ટુ માર્કેટ-ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ’ વિષયે વેબીનાર યોજાયો.

રાજ્ય સરકારે પોલીસ તંત્ર માટે ‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટ અમલી બનાવી રાજ્યની કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. સાથે આ સ્ટાર્ટઅપ થકી વોર-ડિફેન્સ માટે અગત્યની બે બાબતો વેપન અને ઇન્ટેલિજન્સ અત્યાધુનિક બનશે. રાજ્યમાં આઈટી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે તૈયાર થઈ રહેલા વિદ્યાર્થીઓને આ સ્ટાર્ટઅપથી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પડાશે, જેના થકી તેઓ ‘સ્કિલ વીથ વીલ’ થકી સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે નવા પડકારો ઝીલી સાચા દિશા નિર્દેશનથી રાષ્ટ્રીય સુરક્ષાને વધુ સઘન બનાવાશે. ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા હાલમાં વિદેશની સોનાર-રડાર, આર્ટિલરી ગન, એસોલ્ટ રાઈફલ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, બુલેટ પ્રુફ જેકેટ-હેલ્મેટ, ડ્રોન-એન્ટી ડ્રોન સિસ્ટમ જેવી ૧૦૧ જેટલી સુરક્ષા સંબંધિત સાધન સામગ્રીઓની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતાં રાષ્ટ્રના સ્થાનિક ઉત્પાદકો માટે આ એક સુવર્ણ તક છે.

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, સ્માર્ટ ગુજરાત હેકાથોન અંતર્ગત હવે વિદ્યાર્થીઓ ફેશિયલ રિકગનાઇજેશન, ફોરેંસીક ટુલ કીટ, ક્રિમિનલ આઇડેન્ટિફિકેશન સિસ્ટમના આધારે લોકેશન તેમજ અલગ અલગ સાયબર ગુનાઓમાં ગુનેગારોને પકડી લેવા તે દિશામાં નવતર સંશોધનો કરીને ગુજરાત પોલીસ અને રાજ્યની સુરક્ષા માટે મદદરૂપ થઈ શકે તેમ છે.

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ કહ્યું હતું કે, રાજ્યની સુરક્ષામાં શિક્ષણના નવા અભિગમ દ્વારા આઈ-હબ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, સંશોધકો અને કેટલાક ઇનોવેટર્સ પાસેથી ડિફેન્સને લગતા પ્રશ્નો મેળવીને તેનું સમાધાન આપવાનું કામ કરશે. શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રોના તમામ અધિકારીઓ અને તજજ્ઞો ડિફેન્સ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવામાં તેમનું યોગદાન આપશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *