રત્નકલાકારો માટૅ રાજય આરોગ્ય મંત્રીશ્રીએ મનપાને શું રજૂઆત કરી અને સૂચના આપી ?

કોરોનાની મહામારીમાં સુરતના રત્ન કલાકારો પાસેથી કોરોના રેપિડ ટેસ્ટ માટે 750 રૂપિયા લેવામાં આવી રહ્યા છે,આ વાત રાજય આરોગ્ય મંત્રીશ્રી કુમાર કાનાણીના ધ્યાને આવતા સુરત SMC કમિશ્નરશ્રી અને મેયરશ્રી ને રજુઆત કરી રત્ન કલાકારો પાસેથી 750 રૂપિયા નો ચાર્જ નહીં લેવા માટે સૂચના આપી હતી.

પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા સેન્ટર પર રત્નકલાકારો અને કારખાનામાં કામ કરતાં લોકોના કોરોના ટેસ્ટ નહીં કરવામાં આવે તેવા બોર્ડ મારવામાં આવ્યાં હતાં.

સુરતમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને મનપાએ તમામ ઉધોગના કારીગરો માટે રેપિડ એંટીજન ટેસ્ટ ફરજીયાત કરાવવાનો નિર્ણય કર્યો છે જે મુજબ ડાયમંડ અને હિરાઉધોગ માટે પણ આ ટેસ્ટ કરાવવા માટૅ કહેવાયું છે. વીતેલા દિવસોમાં કતારગામ અને વરાછા ઝોનમાં હિરાના ઘણા યુનિટના રત્ન કલાકારો પોઝિટીવ નિદાન થયા બાદ યુનિટો બંધ કરવાની પણ નોબત આવી હતી. તો હિરા ઉધોગ અગ્રણીઓએ સ્વંયભૂ રીતે યુનિટો, બજારો બંધ રાખવાનો નિર્ણય પણ કર્યો હતો.

શહેરના વરાછા અને કતારગામ તથા કરંજ વિસ્તારમાં પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા સેન્ટર પર રત્નકલાકારો અને કારખાનામાં કામ કરતાં લોકોના કોરોના ટેસ્ટ નહીં કરવામાં આવે તેવા બોર્ડ મારવામાં આવ્યાં હતાં. જો કે આ અંગે વિવાદ થતાં પાલિકા દ્વારા બોર્ડ આજે હટાવવામાં આવ્યાં છે. આ બોર્ડમાં લખાયું હતું કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ હશે તેને જ આપવામાં આવશે. નેગેટિવનો રિપોર્ટ અપાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *