ઉધના ઉધોગનગરમાં ઓક્સિજન બાટલાની ફેકટરીમાં પ્રેશરને કારણે બાટલો ફાટતાં એકે જીવ ગુમાવ્યો.

ઉધના વિસ્તારમાં બપોરના સુમારે ઉધના-ઉધોગનગરમાં આવેલી ઓક્સિજન બોટલની ફેક્ટરીમાં ઓક્સિજન બોટલમાં વધુ પડતું પ્રેશર આવતાં બાટલો ફાટ્યો અને આગ લાગી હતી. એક વ્યક્તિનુ મોત, અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ. સુરત મનપા ફાયર વિભાગે ઘટના સ્થળે પંહોચીને આગ પર કાબૂ મેળવ્યો.

ઉધના વિસ્તારમાં ઉધના ઉધોગનગરમાં રોડ નંબર 9 પર આવેલ પેરિસ પ્લાઝામાં અશોક ઓક્સિજન બોટલ સપ્લાય નામની દુકાનનું ગોડાઉન આવેલું છે. બપોરના સુમારે ઓક્સિજન સિલિન્ડર ભરતી વેળા અચાનક વધું પડતું પ્રેશર આવી જતાં બ્લાસ્ટ થયો હતો. અને આગ ફાટી નીકળીને પ્રસરી ગઈ હતી. જેમાં એક વ્યક્તિ મૃત્યુ પામી અને 4 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અક્સ્માતની જાણ થતા જ વિવિધ ઝોનના ફાયર વિભાગની ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે તપાસ હાથ ધરતા ગોડાઉનમાંથી 45 વર્ષીય મનોજ યાદવ નામના વ્યક્તિનો સિલિન્ડર નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ગોડાઉન માલિક અજય શાહ સહિત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

માનદરવાજા ફાયર સ્ટેશનના ફાયર સબ ઓફિસર રણજીત ખડિયાએ જણાવ્યું હતું કે, ગોડાઉનમાં 150થી વધુ ઓક્સિજન સિલિન્ડર હતા. વધું પડતાં પ્રેશરના કારણે આ બ્લાસ્ટ થયો હોય તેવી શક્યતાઓ રહેલી છે. આગની આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.રણજીત ખડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ આખી ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નથી. જેથી તેની પણ તપાસ કરાશે. માલિક પાસે લાયસન્સ હતું કે નહીં તે જાણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *