કોરોનાની રસી શોધ્યાનો રશિયાનો દાવો.

રશિયાએ કોરોનાની રસી શોધી હોવાના દાવા સાથે આજે સવારે રજીસ્ટર્ડ પણ કરાવી લીધી.રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને રસીનો પહેલો ડોઝ અપાયો અને તેની તબિયત સારી છે.રસીનું 18મી જૂને પરિક્ષણ થયું તમામની રોગપ્રતિકારક શક્તિ વધ્યાનો રશિયાનો દાવો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વિશ્વની સૌપ્રથમ કોરોના રસી લોન્ચ કરી છે. તેમણે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોને જણાવ્યું કે તેઓ આ રસી અંગે તેમને સંપૂર્ણ માહિતગાર કરે. તેમણે સાથે એમ પણ કહ્યું કે આ રસી ‘ખુબ અસરકારક’ રીતે કામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે.

ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા મુજબ સરકારના મંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું કે આજે કોરોના વાયરસ સામેની દુનિયાની પહેલવહેલી રસી આજે રજિસ્ટર્ડ થઈ ગઈ. તેમણે ત્યારબાદ આ રસી પર કામ કરી રહેલા તમામનો આભાર માન્યો અને તેને વિશ્વ માટે આ એક મહત્વનું પગલું ગણાવ્યું. 

ન્યૂઝ એજન્સી AFPના અહેવાલ મુજબ પુતિને સાથે એ પણ કહ્યું કે આ રસીએ જરૂરી તમામ પરીક્ષણો પાસ કરી લીધા છે. તેમણે કહ્યું કે તેમની બેમાંથી એક દીકરીને આ રસી અપાઈ છે અને તેઓ સારું અનુભવે કરે છે. 

અત્રે જણાવવાનું કે રશિયાના નાયબ આરોગ્ય મંત્રી ઓલેગ ગ્રીડનેવે ગત શુક્રવારે કહ્યું હતું કે આ રસી  Gamaleya Research Institute અને રશિયાના રક્ષા મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે. આ રસીને 12 ઓગસ્ટના રોજ રજિસ્ટર્ડ કરવાનું નક્કી કરાયું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *