સુરતની માર્કેટિંગ કંપની આપશે મહિલાકર્મીઓને માસિકના દિવસોમાં રજા.

સુરતની ડિજીટલ માર્કેટિંગ iVIPANAN Digital Marketing Services એ પોતાની મહિલાકર્મીઓ માટે પગારસહિતની રજા જાહેર કરી છે. કંપનીએ હાલમાં જ દર મહિને મહિલાકર્મીઓને માસિક ચક્ર દરમ્યાન પગાર સહિતની એક દિવસની રજા આપશે. એટલે કે હવે મહિલાકર્મીઓને દર મહિને એક એમ વર્ષે 12 પગારસહિતની રજા મળશે. એ રજા સ્વીકારવી કે નહિ એ જે તે મહિલાકર્મીનો પોતાનો નિર્ણય રહેશે.

સુરતની ડિજીટલ માર્કેટિંગ iVIPANAN Digital Marketing Services માં 9 માંથી 8 મહિલા કર્મચારીઓ છે. અને તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની કદાચ આ પહેલી સંસ્થા હશે જેણે પોતાની મહિલાકર્મીઓ માટે આવો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *