દિકરીઓના હિતમાં સુપ્રીમ કોર્ટનો સુપ્રીમ નિર્ણય.

સુપ્રીમ કોર્ટ ઓફ ઈંડિયાનો દિકરીઓના હક્કમાં મોટો નિર્ણય. પિતાની સંપત્તિમાં દિકરીઓને દિકરાઓ જેટલો જ અધિકાર છે. પિતાની મૃત્યુ સાથે એને કોઈ લેવાદેવા નથી. અગાઉ નિયમ હતો કે 9 સપ્ટેંબર 2005 પહેલા પિતાની મૃત્યુ થઈ હોય તો દિકરીઓનો પિતાની સંપત્તિ પર કોઈ હક્ક નહોતો મળી શકતો જે મર્યાદાને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી છે. 

2005 માં આ જ એક્ટમાં સંશોધન કરી દિકરીઓને દિકરા જેવો જ સમાન અધિકાર આપવામાં આવ્યો હતો.

હિંદુ સકસેશન એક્ટ 1956 માં વર્ષ 2005 માં સંશોધન કરીને પુત્રીઓને પણ પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મેળવવા માટે કાયદેસર અધિકાર મળ્યો હતો. જે મુજબ પુત્રી પોતાના પિતાની સંપત્તિમાં પોતાના હકનો દાવો કરી શકતી હતી જો કે પિતાનું મૃત્યુ આ સંશોધન જે દિવસે અમલમાં આવ્યો તે એટલે કે 9 સપટેંબર 2005 પહેલા થયું હોય તો દાવો ગણવાપાત્ર નહોતો. જો કે આજે સુપ્રીમ કોર્ટે એ મર્યાદાને હટાવતાં કહ્યું કે પિતાની મૃત્યુ સાથે આ બાબતને કોઈ લેવાદેવા નથી. દિકરી જન્મ લેતાંની સાથે પિતાની હમવારિસ બની જાય છે. 

2005ના સંશોધન મુજબ પિતાની સંપત્તિમાં દિકરીઓન સમાન અધિકાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત લગ્ન ટૂટવાની સ્થિતિમાં તે પિતાના ઘરે પરત ફરીને દિકરા જેવો જ પદ મેળવી શકશે. પુત્ર અને પુત્રીને જન્મથી જ સમાન અધિકારો આપવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *