વ્હાઈટ હાઉસની બહાર ગોળીબાર અને ટ્રંપની પ્રેસ કોન્ફરંસ અટકાવવી પડી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી તે દરમિયાન વ્હાઈટ હાઉસની બહાર જ ગોળીબારની ઘટનાથી હોબાળો થઈ જવા પામ્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપતિની સુરક્ષામાં હાજર સિક્રેટ સર્વિસ સુરક્ષાકર્મીઓએ ટ્રમ્પને પોડિયમથી હટી જઈને એમની સાથે આવવા માટૅ કહેતાં  પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે રોકવી પડી હતી અને વ્હાઈટ હાઉસની ચારેય બાજુ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પત્રકારો પણ વ્હાઈટ હાઉસમાં જ કેદ થઈ ગયા હતા.

બધું થાળે પડ્યાં બાદ ટ્રમ્પ ફરી પ્રેસ સામે હાજર થયા હતાં અને જણાવ્યું હતું કે, વ્હાઈટ હાઉસની બહાર કોઈ અજાણી વ્યક્તિને ગોળી મારવામાં આવી છે. જેને ગોળી વાગી છે તેની પાસે પણ હથિયાર હતા. સિક્રેટ સર્વિસે ટ્વિટ કરીને માહિતી આપી કે જણાવ્યું કે, કોઈ શંકાસ્પદ વ્યક્તિએ તેમના ઓફિસરને ગોળી મારી છે. તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *