આજે આસામના મુખ્યમંત્રી તરીકે હેમંતા બિસ્વા શપથગ્રહણ કરશે.

આસામમાં સતત બીજી વખત સ્પષ્ટ બહૂમતિ સાથે ભાજપની સરકાર બની.

આસામમાં સતત બીજી વખત સ્પષ્ટ બહૂમતિ સાથે ભાજપની સરકાર બની છે. આજે નવી સરકારનો શપથગ્રહણ સમારંભ યોજાશે. આસામના નવા મુખ્યમંત્રી તરીકે હેમંતા બિસ્વા સરમા આજે પદ અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરશે. ગઈકાલે ભાજપના ધારાસભ્યદળની બેઠક યોજાઈ હતી જેમાં હેમંતા બિસ્વા સરમાને ધારાસભ્યદળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં  કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, તથા અને અરુણ સિંહ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત વરિષ્ઠ નેતા, બી એલ સંતોષ અને વિજયન્તા જય પાંડા પણ ઉપસ્થિત  હતા. આ પહેલા  વર્તમાન મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને રાજીનામું આપ્યું હતું. જલુકબાડી વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાયેલ હિમંતા બિસ્વા સરમા  2015 માં  ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ  ભાજપની સર્બાનંદ સોનોવાલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા અને તે પહેલા તરુણ ગોગોઇના નેતૃત્વવાળી સરકારમાં ઘણા મહત્વના પદ પર રહી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *