સુપ્રીમ કોર્ટે લોન મોરાટોરિયમ કેસમાં શું ચૂકાદો આપ્યો ?

• સુપ્રીમ કોર્ટે સરકાર અને RBIની લોન મોરાટોરિયમ નીતિમાં દખલ કરવાનો અને 6 મહિનાની લોન મોરાટોરિયમની મુદતમાં વધારો કરવાનો ઇનકાર કર્યો.
• સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંપૂર્ણ વ્યાજની માફી શક્ય નથી કારણ કે તે બેંકના ખાતાધારકો; પેન્શનરોને અસર કરે છે.
• લોન મોરાટોરિયમ દરમ્યાન લાગતાં વ્યાજ પર કોઈ વ્યાજ નહિ હોય. વ્યાજ પર વસૂલાયેલ વ્યાજની રકમ પરત કરવાની રહેશે. અથવા આગલા હપ્તામાં એડજસ્ટ કરવાની રહેશે.

કોર્ટૅ નોંધ્યું કે “અમારું મંતવ્ય છે કે મોરટોરિયમ અવધિ દરમિયાન વ્યાજ અથવા ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા દંડકીય વ્યાજ પર કોઈ વ્યાજ રહેશે નહીં અને તે હેઠળ પહેલેથી વસૂલ કરવામાં આવેલી કોઈપણ રકમ લોનની રકમની આગામી હપતામાં સમાયોજિત કરીને પરત કરવામાં આવશે.” .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *