45 વર્ષથી વધુ વયના છો તો આ ખબર આપના માટૅ અને વૈકસીનના બે ડોઝ વચ્ચે હવે કેટલો ગાળો રાખવાની સલાહ ?

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, 1લી એપ્રિલથી દેશમાં 45થી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં 60થી વધુ ઉંમરના લોકોને જ કોરોનાની રસી આપવામાં આવે છે. જો કે હવે 1લી એપ્રિલથી 45થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. તાજેતરમાં 45થી વધુ ઉંમતના કો-મોર્બિડ લોકોને જ રસી આપવામાં આવતી હતી પરંતુ હવે કોઈ બીમારી નહીં હોય તેવા સામાન્ય લોકોને પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *