સંરક્ષણ મામલે આત્મનિર્ભર બનવા તરફ ભારત. સંરક્ષણ મંત્રીની જાહેરાત.

ભારતના સંરક્ષણ મંત્રલાયની મહત્વની જાહેરાત.
ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવા સંરક્ષણ ક્ષેત્રનાં 101 ઉપકરણો ભારતમાં જ બનશે. સંરક્ષણ ક્ષેત્રમાં લોકલ પ્રોડકશન પર ભાર મૂકવા માટે રક્ષા મંત્રાલયે લિસ્ટ બનાવી જેમાં સેના, પબ્લિક અને પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી સાથે ચર્ચા કરીને બનાવાઈ છે. આત્મ નિર્ભર ભારત યોજનાને બૂસ્ટ આપવા માટે ઘરેલૂ કંપનીઓને મળશે 4 લાખ કરોડના કોંટ્રાક્ટ.

આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને સંરક્ષણ મંત્રાલયની આત્મનિર્ભર બનવા માટેની યોજનાની જાહેરાત કરી હતી.

101 વસ્તુઓનું જે લિસ્ટ છે તેમાં ફક્ત કેટલાક ભાગ જ સામેલ છે તેવું નથી. ઉચ્ચ પોરૌધ્યોગિક હથિયારો જેમકે અસોલ્ટ રાઈફલ,સોનાર સિસ્ટમ, ટ્રાસનપોર્ટ  એરક્રાફ્ટ,  LCH, રડાર અને અન્ય અનેક ચીજો પણ સામેલ છે. હાલના નાણાકીય વર્ષમાં જ લગભગ 52,000 કરોડ રૂપિયાનું અલગ બજેટ તૈયાર કરાયું છે. અત્રે જણાવવાનું કે લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે તણાવ દરમિયાન રક્ષામંત્રીની આ જાહેરાતને ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *