સુમુલ ડેરીની ચૂંટણીનું આવ્યું પરિણામ. સહકાર અને સત્તાધારી પેનલને સરખી બેઠકો આવી

સુમુલ ડેરીની ખરાખરીની ચૂંટણીનું આવ્યું પરિણામ, સહકાર પેનલે 8, સત્તાધારી પેનલે 8 બેઠક મેળવતાં માહોલ ગરમાયો. હવે ચેરમેન પદ માટે રસાકસીનો માહોલ.જાણો કઈ બેઠક પર કોનો વિજય થયો અને કેટલા મતથી,

  • ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈનો 6 મતથી જીત
  • ઓલપાડમાં જયેશ દેલાડની 38 મતથી જીત
  • માંગરોળમાં રાજુ પાઠક 66 મતથી જીત.
  • કામરેજમાં બળવંત પટેલની 21 મતથી જીત
  • મહુવામાં માનસિંગભાઈ પટેલનો 29 મતથી જીત
  • વાલોડ બેઠક પર નરેશભાઈ પટેલની 25 મતથી જીત
  • વ્યારા બેઠક પર સિધ્ધાર્થ ચૌધરીની 54 મતથી જીત
  • માંડવી બેઠક પર રેસા ચૌધરીનો 78 મતથી જીત
  • નિઝર બેઠક પર ભરતભાઈ પટેલને 17 મતથી જીત
  • ઉચ્છલમાં સુનિલ ગામીતનો 18 મતથી જીત
  • સોનગઢમાં કાંતિ ગામીતનો 58 મતથી જીત
  • બારડોલીમાં અજીતભાઈ પટેલની 46 મતથી જીત.
  • ડોલવણ તાલુકામાં શૈલેષ પટેલનો 27 મતથી જીત.
  • કુકરમુંડામાં સંજય સુર્યવંશીનો 20 મતથી જીત.

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જ એક બીજા સામે લડી રહ્યા હતા. સમાધાન છતાં ક્રોસ વોટિંગ થયું હોવાની શક્યતા હતી. ચેરમેન રાજુ પાઠક અને પૂર્વ ચેરમેન માનસિંહ પટેલ આમને સામને હતા. જોકે, આ વખતે મંત્રી ગણપત વસાવાના જૂથે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. સવારે પોણા નવ કલાકની આસપાસ મત પેટી ગણતરી સ્થળે પહોંચી હતી. જેના બાદ મત પેટી ખોલવામાં આવી રહી છે. પહેલા રાઉન્ડમાં ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, બારડોલી અને માંગરોળના મતોની ગણતરી કરાઈ હતી. જેમાં 5 પૈકી 2 પર સત્તાધારી પેનલ અને 1 બેઠક પર સહકાર પેનલનો વિજય થયો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *