શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ, બેંકિંગ સેક્ટરમાં તેજી

ગઇકાલના શેરમાર્કટમાં મોટાપાયે કડાકા બાદ માર્કેટમાં ગ્રીન ઝોનમાં.ઇન્ડસ્ટ્રીઝ, બેંકિંગ અને ટેકનોલોજી કંપનીઓના શેરની આગેકૂચના પગલે સેન્સેક્સ 235 અને નિફટીમાં 70 અંકનો ઉછાળો.

ગઈ કાલે શેર બજાર, છેલ્લા ત્રણ અઠવાડિયાના સૌથી મોટા, 1000 કરતા વધારે પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યું હતું. ત્યાર બાદ આજે માર્કેટ આંશિક હકારાત્મ વલણ સાથે ખુલ્યું છે. બીએસઈ 177 પોઈન્ટના વધારા સાથે 39 હજાર 930 પર ખુલ્યો હતો.

જ્યારે નિફ્ટી 36 પોઈન્ટના વધારા સાથે 11, હજાર 740 પર ખુલ્યો હતો. તહેવારોના સમયમાં બજારોમાં ખરીદી ખુલવાની શક્યતાના પગલે શેરબજારમાં આંશિક તેજીનો માહોલ જળવાઈ રહે તેવી નિષ્ણાતોની અપેક્ષા છે. રોકાણકારોને રિકવરીની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *