આઈએમએફ રિપોર્ટ: આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થામાં 10.3 ટકાના ઘટાડાનું અનુમાન.

આઈએમએફે પોતાની ‘વિશ્વ આર્થિક પરિદ્રશ્ય’ પર જાહેર કરેલા હાલના રિપોર્ટમાં આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થામાં 10.3 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું છે.આઈએમએફે આ નાણાકીય વર્ષ માટે બીજી વખત ભારતના વિકાર પુર્વાનુમાનને ઘટાડ્યો છે. આ પહેલા આઈએમએફે ભારત માટે એપ્રિલમાં 1.9%ની વૃદ્ધિના પુર્વાનુમાનને જૂનમાં 4.5%ના ઘટાડામાં બદલી દીધા હતા. જોકે આઈએમએફે એ પણ કહ્યું છે કે 2021માં ભારતીય અર્થવ્યવસ્થામાં સંભવતઃ 8.8 ટકાનો વધારો નોંધવામાં આવશે.

જીડીપીમાં અનુમાન કરતા વધારે ઘટાડો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક ગતિવિધિઓના અનુમાનમાં સંશોધન ભારતના મામલે મોટુ છે, કારણ કે અહીં બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં અનુમાન કરતા વધારે ઘટાડો રહ્યો છે. આ પહેલા 2019માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 4.2 ટકા હતો. ગયા અઠવાડિયે વિશ્વ બેન્કે પણ કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6 ટકાનો ઘટાડો આવશે.

વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને પણ પુર્વાનુમાન જાહેર

તેના સાથે જ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળને વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને પણ પુર્વાનુમાન જાહેર કર્યો છે. આઈએમએફે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ વર્ષે વિશ્વ અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો નોંધવામાં આવશે. જોકે 2021માં 5.2 ટકાની વૃદ્ધિની સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થાને આગળ વધારવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *