ધોનીના ચાહકનો નોખો અંદાજ. આખું ઘર જ બનાવી દિધું ધોનીના નામનું.

ચેન્નઇ સુપરકિંગ્સે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં સીએસકે અને મહીના ચાહકોએ તેમના ઘરનું નામ ધોની રાખ્યું છે. પોસ્ટ શેર કરતા, સીએસકેએ લખ્યું, ‘તમિલનાડુના આરાંગુરમાં સુપર ચાહક ગોપી કૃષ્ણન અને તેના પરિવારે તેમના ઘરનું નામ’ધોની ફેનનું ઘર’રાખ્યું છે.

સીએસકે દ્વારા શેર કરેલો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે. તસવીરમાંફેનનું ઘર સંપૂર્ણ રીતે પીળા રંગમાં કંડારાયેલું છે અને ધોનીની તસવીર પણ ઘરની દિવાલ પર બનાવવામાં આવી છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *