ગુજરાત ATS દ્વારા એક કરોડ રૂપિયાનું ચરસ ઝડપી પાડવામાં આવ્યું.

ગુજરાત ATS દ્વારા એક કરોડ રૂપિયાની ચરસ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે પાલનપુર-આબુ હાઇવે પરના પાલનપુર ટોલનાકા પાસે મલાણા ગામ નજીક આવેલ એક કારને કોર્ડન કરી તેની તપાસ કરવામાં આવી હતી.

જ્યાં ગાડીની પાછળની સીટ પર સફરજનના ખોખા પાસે રહેલ પ્લાસ્ટીકના થેલામાંથી આ ચરસ ઝડપાયો હતો. ATS એ લગભગ 17 કિલો જેટલો ચરસના જથ્થો જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત 1 કરોડ 51 લાખથી વધુ છે. ATS એ બંને ઇસમોને ઝપડીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *