સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને નેશનલ રાઇફલ એસોસિયેશન ભેગા મળીને લેશે નેશનલ શૂટિંગ શિબિરને સુરક્ષિત રાખવાની જવાબદારી.

કોર ઓલમ્પિક શૂટર્સ માટે રાષ્ટ્રીય શૂટિંગ શિવિર ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં થશે. જે પાછલા અઠવાડિયામાં બે મહિનાના સમયગાળા માટે જાહેર કરવામાં આવ્યું હતું. એક સુરક્ષિત બાયો-બબલ બનાવી રાખવા માટે જેનાથી એથલીટ સુરક્ષિત રીતે શિક્ષા પ્રાપ્ત કરી શકે અને કોરોના વાયરસના પ્રકોપને રોકી શકે. ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓથોરિટી અને ઈન્ડિયન નેશનલ રાઈફલ એસોસિયેશ દ્વારા સંયુક્ત રીતે એસઓપીને સુરક્ષિત રાખવાની જવાબદારી લેવામાં આવી છે.

શૂટિંગ રેન્જની સાર સંભાળની જવાબદારી ડૉ.કરણી સિંહ શૂટિંગ રેન્જના પ્રશાસકની પાસે રહેશે. સુરક્ષા રાખવા માટે અને પરિસર અને રેન્જ કર્મિઓની વચ્ચે સંપર્કને ઓછો કરવા માટે, જોખમ શ્રેણીની પ્રકૃતિના આધાર પર પરિસરને ગ્રીન, ઓરેન્જ, યલો અને રેડ ઝોનમાં વિભાજીત કરવાની યોજના બનાવવામાં આવી છે.

ભારતીય રાષ્ટ્રીય રાઈફલ એસોસિએશન આયોજન સ્થળની પાસે એક હોટલમાં ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી હાજર માપદંડો અનુસાર સહાયતા આપશે. હોટલથી લઈને શૂટિંગ રેન્જમાં પ્રવેશ સુધી એનઆરએઆઈની જવાદારી રહેશે કે તે સુરક્ષાની દષ્ટિથી સંચાલન પ્રક્રિયા કાયમ રાખે.

એનઆરએઆઈએ ક્વારન્ટીન પ્રક્રિયા તૈયાર કરી છે જે હેઠળ દિલ્હી-એનસીઆરની બહારથી આવનાર શૂટર્સ, કોચ્સને 7 દિવસના સમયગાળા માટે હોટલમાં રોકાવવામાં આવે.

એનઆરએઆઈના સચિવ રાજીવ ભાટિયાએ જણાવ્યું કે એસએઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા માનક સંચાલન પ્રક્રિયાઓના માધ્યમથી સ્થાપિત સુરક્ષા માપદંડો સંપૂર્ણ રીતે લાગુ છે અને તે પહેલા રાષ્ટ્રીય શિવિર હશે જે માર્ચમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ આયોજીત કરવામાં આવશે અને સુરક્ષિત અને આરાનદાયક વાતાવરણમાં શૂટર્સના પ્રદર્શન માટે દરેક પગલા ભરવામાં આવશે.

દરેક શૂટર્સ અને કોચોને કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે જે હોટલમાં કરવામાં આવશે અને એનઆરએઆઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *