જન્મદિવસે જ જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓને પ્લાઝમા દાન સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા અંકિત નાયક

પાંચ બહેનોના સ્નેહ, માતા અને ધર્મપત્નીની પ્રેરણાથી અંકિતભાઈએ નવી સિવિલમાં જન્મદિવસે પ્લાઝમા ડોનેટ કરી જન્મ દિવસની અનોખી ઊજવણી કરી

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉમંગભરી ઉજવણી પરિવાર, મિત્રો સાથે મળીની કેક કાપીને કરતા હોય છે. ત્યારે તા.૦૮મી ઓગસ્ટના રોજ પોતાના જન્મદિને પ્લાઝમા ડોનેટ કરી સુરતના પ્લાઝમા ડોનર અંકિતભાઈ નાયકે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સમાજ માટે પ્રેરણાદાયી પહેલ કરી છે. કોરોના સંકટ સમયે સેવાકીય પ્રવૃત્તિ કરતાં કરતાં અંકિતભાઈ કોરોનાગ્રસ્ત બન્યાં હતાં. ૨૫ દિવસ હોમ આઇસોલેશનમાં રહી કોરોનાને મ્હાત આપી. સ્વસ્થ થયા બાદ તેમણે ૮મીએ પોતાનો જન્મદિવસ આવતો હોવાથી તેમણે જન્મદિને જ પ્લાઝમા દાન કરી બે દર્દીઓના જીવન બચાવવામાં નિમિત્ત બનવાનો સંકલ્પ કર્યો હતો. પાંચ બહેનોના સ્નેહ, માતા અને ધર્મપત્નીની પ્રેરણાથી અંકિતભાઈએ આ સંકલ્પને સાકાર કરતાં જન્મદિવસે જ જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરી ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *