તહેવારોને ધ્યાનમાં રાખીને ચૌટા બજારના વ્યાપારીઓને ચુસ્ત પાલન માટે નોટિસ

આગામી દિવાળીના તહેવારને લઇ સુરતમાં ખરીદી માટે સૌથી મોટું હબ ગણાતા એવા ચૌટા બજારમાં લોકોની ભારે ભીડ ઉમટે તેવી શક્યતા ના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ દુકાનના વેપારીઓને અગાઉથી નોટિસ પાઠવી ચેતવણી આપવામાં આવી છે.

ખરીદી માટે આવતા ગ્રાહકો વચ્ચે સોસિયલ ડિસ્ટનસિંગ જળવાય અને તમામ લોકો ફરજીયાત માસ્ક પહેરે તે પ્રકારનું આયોજન રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.દિવાળીના તહેવાર માં અહીં મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ ખરીદી માટે ઉમટી પડે છે અને કોરોના ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં બેરીકેટીંગ લગાવવા માટેનું આયોજન કરાયું હોવાનું પાલિકા કમિશનરે ઉમેર્યું હતું.

સુરતના ચૌટા બજાર ખાતે દર વર્ષે દિવાળીના દિવસો અગાઉ ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોના ની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે નું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.લોકોની ભારે ભીડ વચ્ચે social distancing નો ભંગ થાય તેવી શક્યતાઓને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ચૌટા બજાર ના તમામ દુકાનના વેપારીઓ ને અગાઉથી નોટિસ પાઠવી ચેતવણી આપી દેવામાં આવી છે. પાલિકા દ્વારા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ખરીદી માટે આવતા ગ્રાહકો ફરજિયાત માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવે તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *