ચાર ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન રિ-ઓક્શન થશે.

આરટીઓ પાલ, સુરત દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના વાહન નંબરની ફાળવણી માટે ઓનલાઈન રિ-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે. LMV ચાર ચક્રીય વાહનો માટે GJ-05-RC, GJ-05-RD, GJ-05-RE, GJ-05-RF, GJ-05-RG, GJ-05-RH, GJ-05-RJ, GJ-05-RK, & GJ-05-RL સિરીઝમાં ગોલ્ડન તથા સિલ્વર નંબરોની પસંદગી માટે તા.૧૨/૧0/૨૦૨૦ થી તા.૧૪/૧૦/૨૦૨૦ સુધી ઈચ્છુક વાહન માલિકોએ  http:/parivahan.gov.in/fancy પર રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેવા અરજી કરી શકાશે. જેનું બિડિંગ તા.૧૪/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ બપોરના ૦૨.૦૦ વાગ્યા સુધી ઓપન થશે. 


            તા.૧૫ ઓકટો.ના રોજ રિ-ઓક્શન માટેના રજીસ્ટ્રેશન થયેલા ફોર્મ અને બિડિંગ કર્યા બાદ ઈ-ફોર્મ કચેરીમાં જમા કરવાનું રહેશે તેમજ અરજદારો ઈ-ફોર્મ સી.એન.એ.ફોર્મ સાત(૭) દિવસની અંદર ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના અરજદારોએ હરાજીમાં ભાગ લઈ શકશે એમ, આરટીઓ કચેરી દ્વારા જણાવાયું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *