આજે 88મા ભારતીય વાયુસેના દિવસની ઉજવણી

આજે 88મો ભારતીય વાયુસેના દિવસ છે. આ અવસરે હિન્ડન એરબેઝ પર ફ્લાયપાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાય પાસમાં પહેલી વખત રફાલ ફાઇટર જેટસ પણ સામેલ થશે.આજે 88મો ભારતીય વાયુસેના દિવસ છે. આ અવસરે હિન્ડન એરબેઝ પર ફ્લાયપાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાય પાસમાં પહેલી વખત રફાલ ફાઇટર જેટસ પણ સામેલ થશે.

આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વાયુસેનાના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટમાં કહ્યુ હતુ કે વાયુસેનાના વીર જવાનો આકાશને સુરક્ષિત રાખે છે અને મુશ્કેલીના સમયમાં માનવતાની સેવા પણ કરે છે. માં ભારતનીની રક્ષા માટે તમારુ શૌર્ય, સાહસ અને સમર્પણ બધાને પ્રેરણા આપ છે.રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને વાયુસેનાના વીર જવાનોને અને તેમના પરિવારને વાયુસેનાના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી.

હિન્ડન એરબેઝ પર ફ્લાયપાસના કાર્યક્રમમાં વાયુસેનાના અધિકારીઓ અને જવાનોની ઉપસ્થિતીમાં વાયુસેનાના ફાઈટર વિમાનો અને હેલિકોપ્ટર હવાઈ કરતબ કરશે. આ વખતે વાયુસેનામાં જોડાયેલ રફાલ ફાઈટર પ્લેન પણ પોતાના હવાઈ કરતબ બતાવશે. નોંધનિય છે કે અંબાલા એરબેઝ પર તાજેતરમાં જ સામેલ કરાવામાં આવેલ રફાલ જેટનું આ બીજું સાર્વજનિક પ્રદર્શન હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *